“ ના , ના સાહેબ , મેં કાંઈ નથી કર્યુઁ ? મને કાંઈ ખબર નથી , હું તો એમને ઓળખતો પણ નથી . પ્લીઝ , મને છોડી દો , પ્લીઝ , પ્લીઝ. ” સુહાસીની એ રાજેશ ને ઢંઢોળતા કહ્યું

“ અરે ! અરે ! શું થયું તમને ? કેમ આટલા ગભરાયેલા લાગો છો ? ” પરસેવે રેબઝેબ રાજેશે

“ અરે તમે , તમે તો , તમે તો , તો પછી પેલી લાશ કોની હતી ? “

“ લાશ ? કોની લાશ ? ક્યાં છે લાશ ? “સુહાસીની એ પ્રશ્નનો મારો ચલાવ્યો .

“ ઓહ ! જવા દો એ સ્વપ્ન હશે .” રાજેશ બોલ્યો . સુહાસીનીએ ખભા ઉલાળી પોતાની વોટર બોટલમાંથી રાજેશ ને પાણી આપ્યું અને પછી બંને આડીઅવળી વાતો કરવા લાગ્યા . વાતમાંને વાતમાં મુંબઈ ક્યારે આવી ગયું ખબર જ ના પડી , બોમ્બે સેન્ટ્રલ પર આવજો આવજો કરી બંને છૂટા પડ્યા.

એક મોટા ઓર્ડર માટે મિ.ઐયરને રૂબરૂ મળવું ખૂબ જરૂરી હતું. મિ.ઐયરની ઓફિસમાં પહોંચી એણે િરસેપ્શન પર પોતાનું કાર્ડ આપી વેટિંગ લોન્જમાં બેસી પેપર હાથમાં લીધું . જેવી પહેલા પાના પર નજર પડી ત્યાં મોટા અક્ષરે ફોટા સાથે લખેલ હતું કે ગુજરાત મેલમાંથી મળેલી નવયુવાન સ્ત્રીની એક લાશ . પ્રથમ નજરે જોતાં રાત્રે બે થી ત્રણ ના સમયમાં ખૂન થયું હોવાની સંભાવના લાગે છે . પેપરમાં સુહાસીનીનો ફોટો જોઈને તો રાજેશ એકદમ અવાચક જ થઈ ગયો .તો પછી ટ્રેનમાં વાતો કરી વહેલી સવારે બોમ્બે સેન્ટ્રલ પર એણે કોને આવજો કહ્યું હતું ? એ કોણ હતી ?

KnowledgeBulb“ ના , ના સાહેબ , મેં કાંઈ નથી કર્યુઁ ? મને કાંઈ ખબર નથી , હું તો એમને ઓળખતો પણ નથી . પ્લીઝ , મને છોડી દો , પ્લીઝ , પ્લીઝ. ” સુહાસીની એ રાજેશ ને ઢંઢોળતા કહ્યું “ અરે ! અરે ! શું થયું તમને ? કેમ આટલા...Share the knowledge
[sc:postadvert]